પ્રકરણ-૧ : નાણાકીય સંચાલન

 

૧. નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપો. (ઑક્ટોબર-૨૦૦૦)

નાણાકીય સંચાલનની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ આપી શકાય:

        નાણાની પ્રાપ્તિ, ઉપયોગ અને વહેંચણીને ઇષ્ટતમ કરવા માટે નાણાકીય પ્રવૃતિઓના આયોજન અને તેમના પર અંકુશ રાખવાનું કાર્ય એટલે નાણાકીય સંચાલન.

        શ્રી હોગલૅંન્ડના મંતવ્ય મુજબ ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે નાણાકીય સંચાલનને ગાઢ સંબંધ છે.

        શ્રી વાનહોર્નના શબ્દોમાં નાણાકીય સંચાલનમાં (૧) શક્ય હોય એટલે અંશે ફાયદાકારક શરતોએ નાણાકીય ભંડોળ પ્રાપ્ત કરવા અને (૨) આ ભંડોળની એકમમાં કાર્યક્ષમ ફાળવણી કરવી. આ બે બાબતો ચાવીરૂપ બને છે.

        નાણાવિષયક બાબતો અંગે નિર્ણયો કરવા, કરાયેલા નિર્ણયના સરળ અમલીકરણ અંગે અનુરૂપ પગલાં લેવાં અને તેની આલોચના કરી સંચાલકીય વૈજ્ઞાનિક સિધ્ધાંતનો ઉપયોગ કરવાના કાર્યને નાણાકીય સંચાલન કહેવાય.

૨. નાણાંકાર્યના રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ વચ્ચેના તફાવતના માત્ર મુદ્દાઓ જણાવો.

નાણાકાર્યના રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ વચ્ચેના મહત્વના તફાવતના મુદ્દાઓ નીચે પ્રમાણે છે:

૧. વ્યાખ્યા

૨. કાર્યક્ષેત્ર-કંપની અને કંપની સિવાયના ધંધાકીય એકમો

૩. કાર્યશીલ મૂડીનો પ્રશ્ન

૪. દૃષ્ટિબિંદુ-બહારની વ્યક્તિઓ-આંતરીક વ્યક્તિઓ

૫. અભિગમ-બનાવલક્ષી અભિગમ-સર્વગ્રાહી અભિગમ

૬. નાણાંકાર્યનો ખ્યાલ-સંકુચિત-વ્યવહારુ.

૩. સંચાલકીય નાણાંકાર્યોની યાદી આપો.         (ઓક્ટોબર-૨૦૦૨,૨૦૦૪, એપ્રિલ-૨૦૦૩,૨૦૦૪)

સંચાલકીય નાણાંકાર્યો નાચે મુજબ રજૂ કરી શકાય:

૧. નાણાંનું આયોજન.

૨. મિલકતના રોકાણ તથા સંચાલન અંગેની નીતિ નક્કી કરવી.

૩. નાણાપ્રાપ્તિની જરૂરિયાત અને બાહ્યપ્રાપ્તિસ્થાન નક્કી કરવાં.

૪. નાણાપ્રાપ્તિ માટે વાટાઘાટો-ચર્ચાવિચારણા કરવી.

૫. ચોખ્ખા નફાની વહેંચણી કરવી.

૬. રોકડ આવક-જાવક પ્રવાહનો અંદાજ અને અંકુશ.

૭. નાણાંને લગતી કામગીરી પર અંકુશ.

        આનુષંગિક નાણાંકાર્યો નીચે મુજબ છે:

૧. રોકડ આવક પર દેખરેખ

૨. રોકડની ચુકવણી

૩. રોકડના હિસાબો રાખવા.

૪. રોકડ અને બેંક સિલક મેળવવી.

૫. હૂંડીઓ પર દેખરેખ

૬. દસ્તાવેજોની જાળવણી

૭. વીમા પોલિસી

૮. ફાઇલિંગ

૯. અહેવાલ તૈયાર કરવા.

૪. નાણાંકાર્ય એટલે શું?                    (ઑક્ટોબર-૨૦૦૧,૨૦૦૬, એપ્રિલ-૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૮)

        નાણાંકાર્ય એટલે ધંધાના ઉદ્દેશો સાથે સુસંગત રહીને જરૂરિયાત માટે નાણાં પ્રાપ્ત કરવા અને કાર્યક્ષમ તેમજ અસરકારક રીતે તેને ઉપયોગમાં કરવો તે. આમ નાણાંકાર્યને નાણાંની પ્રાપ્તિ સાથે અને તેના ઉપયોગ સાથે સંબંધ છે.

 

૫. નાણાંકાર્યના આધુનિક અભિગમની વ્યાખ્યા આપો.

 

        શ્રી હોગ્લૅંન્ડ લખે છે કે, ધંધાકીય કૉર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે મુખ્યત્વે નાણાકીય સંચાલનને સંબંધ છે.

 

        જે. એફ. વેસ્ટોનના જણાવ્યા મુજબ, ધંધાકીય નાણાં સંચાલનના વિસ્તારમાં ધંધાકીય પેઢીની એવી કામગીરીનો સમાવેશ થાય છે, જેને મૂડીભંડોળ પ્રાપ્ત કરવા સાથે અને તેને જુદા જુદા પ્રકારની મિલકતોમાં રોકાણ કરવા સાથે સંબંધ છે.

 

Make a free website with Yola