પ્રકરણ-૨ : નાણાકીય આયોજન

 

૬. નાણાકીય આયોજનની પ્રક્રીયાના તબક્કા માત્ર જણાવો.

        નાણાકીય આયોજન એ નાણાંની પ્રાપ્તિ, જાળવણી અને ઉપયોગ અંગેની એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોવાથી તેના ઘડતર વખતે નીચે દર્શાવ્યા મુજબ તબક્કા અપનાવવા પડે છે.

(૧). ધ્યેયો નક્કી કરવા.

(૨).પ્રશ્નોની પૂર્વવિચારણા.

(૩). મૂડીભંડોળની જરૂરીયાતનો અંદાજ મેળવવો.

(૪). નાણાકીય સાધનોની પસંદગી.

(૫). નાણાપ્રાપ્તિ.

(૬). નાણાંના વપરાશ અંગેની નીતિ-વિધિ.

૭. નાણાકીય આયોજનના વ્યાખ્યા આપો.                   (એપ્રિલ-૨૦૦૦,૨૦૦૧,૨૦૦૪,૨૦૦૭)

        ગેસ્ટર્નબર્ગની વ્યાખ્યા મુજબ નીચેની ત્રણ બાબતો આવરી લેતી પ્રવૃતિ એટલે નાણાકીય આયોજન:

(અ) પોતાનાં કાર્યો સરળતાથી ચાલી શકે તે માટે સંસ્થાને જરૂરી મૂડીની રકમ નક્કી કરવી એટલે કે મૂડીકરણ.

(બ) જરૂરી ભંડોળ એકત્ર કરવા માટે સંસ્થાએ બહાર પાડવાની હોય તે જામીનગીરીઓના પ્રકાર નક્કી કરવા એટલે કે મૂડીમાળખું, અને

(ક) મૂડીના યોગ્ય ઉપયોગ અને સંચાલન માટે યોગ્ય નીતિઓ નક્કી કરવી.

૮. સંગીન નાણાકીય યોજનાના સિદ્ધાંતો માત્ર જણાવો.

        નાણાકીય યોજનાનો પૂરો લાભ લેવા માટે નીચે જણાવેલા કેટલાંક માર્ગદર્શક સિદ્ધાંતો અનુસરવા જોઇએ.

(૧) ધ્યેયને અનુરૂપ

(૨) સાધનોનો સઘન ઉપયોગ

(૩) પરિવર્તનશીલતા

(૪) તરલતા કે પ્રવાહિતા

(૫) આકસ્મિક સંજોગો માટે જોગવાઇ

(૬) આયોજનમાં દીર્ઘદૃષ્ટિ

(૭) કરકસર.

૯. સર્વગ્રાહી નાણાકીય આયોજનનો અર્થ સ્પષ્ટ કરો.

        સર્વગ્રાહી નાણાકીય આયોજન એટલે નાણાકીય સંચાલનની તમામ યોજનાઓનો કાર્યક્રમ અગાઉથી નિશ્ચિત કરવાનું અને આ યોજનાઓને સાહસની પ્રવૃત્તિઓને લગતી કાર્યકારી યોજનાઓ સાથે સુગ્રથિત અને સંકલિત બનાવવાનું કાર્ય.

        બીજા શબ્દોમાં કહીએ તો ધંધાની સમગ્ર યોજનાઓ સાથે સુસંકલિત અને સમગ્ર ધંધાની નાણાકીય યોજનાના ઘડતરને વિશાળ અર્થમાં સર્વગ્રાહી નાણાકીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે.

૧૦. નાણાકીય આયોજનને અસર કરતાં પરિબળો જણાવો.                                  (ઑક્ટોબર-૨૦૦૩)

       સામાન્ય રીતે નીચે જણાવ્યા મુજબનાં પરિબળો નાણાકીય આયોજનને ગંભીર રીતે અસર પહોંચાડે છે:

(૧) નાણાબજારની પરિસ્થિતિ

(૨) અંકુશની જાળવણી

(૩) મિલકતોની કિંમત

(૪) મૂડી માળખાની સમતુલા

(૫) કમાણીનું પ્રમાણ

(૬) ધંધાનું સ્વરૂપ તેમજ ધંધાનું કદ

(૭) જોખમનું પ્રમાણ

(૮) ભાવિ વિકાસની શક્યતાઓ

(૯) સરકારી નિયંત્રણો

(૧૦) નાણાપ્રાપ્તિનાં સાધનોમાં વિવિધતાં.

૧૧. નાણાકીય આયોજનની મર્યાદાઓ જણાવો.

        આયોજનની જે મૂળભૂત પાયાની મર્યાદાઓ છે તે મર્યાદાઓ તો નાણાકીય આયોજનને સ્પર્શે છે. આ ઉપરાંત વધારાની મર્યાદાઓ નીચે મુજબ છે:

(૧) આયોજનનો પાયો જ અનિશ્ચિતતા-પૂર્વાનુમાનો ૧૦૦ ટકા સાચાં પડતાં નથી.

(૨) બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા આયોજનને નિષ્ફળ બનાવે છે.

(૩) આયોજનને પરિણામે સંચાલન ક્ષેત્રે જડતા-પરિવર્તનનો અભાવ.

(૪) કર્મચારીઓ-મજૂરસંઘોનો વિરોધ-અપરિવર્તનક્ષમતા.

(૫) સંકલનનો અભાવ.

(૬) બિનકાર્યક્ષમ માહિતીસંચાર.

(૭) સાચી-વાસ્તવિક માહિતીનો અભાવ-માહિતીની અસ્પષ્ટતા.

૧૨. નાણાકીય આયોજનના વિવિધ પ્રકારો જણાવો.                          (એપ્રિલ-૨૦૦૨)

       નાણાકીય આયોજનના મુખ્ય ત્રણ પ્રકાર છે:

(૧) ટૂંકા ગાળાનું નાણાકીય આયોજન

(૨) લાંબા ગાળાનું નાણાકીય આયોજન

(૩) સર્વગ્રાહી નાણાકીય આયોજન.

 

Make a free website with Yola