પ્રકરણ-૩ : મૂડીકરણ

 

૧૩. મૂડીકરણ માટેની મિલકતોની વર્તમાન બજારકિંમતની પધ્ધતિ સમજાવો.

        આ પધ્ધતિ અનુસાર કંપની પાસે જે મિલકતો છે તેવી જ મિલકતો ખરીદવા માટે હાલમાં કેટલો ખર્ચ કરવો પડે તેનો અંદાજ મૂડીકરણની આ પધ્ધતિ નક્કી કરી આપશે. જૂની કંપનીઓના મૂડીકરણ નક્કી કરવાની સમસ્યા આ પધ્ધતિ હલ કરશે. અલબત્ત, મૂડીકરણ નક્કી કરવાની આ પધ્ધતિ ગણતરીની દ્રષ્ટીએ વધુ મુશ્કેલ છે.

૧૪. અતિમૂડીકરણની શૅરહોલ્ડરો પર પડતી અસરો જણાવો.                    (ઑક્ટોબર-૨૦૦૨)

       અતિમૂડીકરણથી (૧) શૅરહોલ્ડરોને આર્થિક નુક્શાન થાય છે. તેમને રોકાયેલ મૂડી પર ઓછું ડિવિડન્ડ મળે છે. તેમના શૅરની કિંમત ઘટે છે. (૨) તેમને ઓછી અને અનિયમિત આવક મળે છે. તેમને લોન પણ ભાગ્યે જ મળે છે. (૩) તેમનાં શૅરનું બજાર મર્યાદિત બની જાય છે. (૪) તેમની મૂડીની કિંમત ઓછી થાય છે. (૫) શૅરહોલ્ડરોના રોકાણની કિંમત ઘટતી જાય છે, સાથે સાથે તેની ઉપરનું વળતર પણ ઘટે છે.

૧૫. કમાણીના મૂડીકરણ માટેનું સૂત્ર દર્શાવો.                                  (એપ્રિલ-૨૦૦૫,૨૦૦૮)

        કમાણીની રીતે ધંધાનું મુલ્ય નક્કી કરવા માટે બે બાબતો મહત્વની છે: (૧) કંપનીની સરેરાશ કમાણીનો અંદાજ અને (૨) આ ધંધામાં અપેક્ષિત વળતરનો દર.

કમાણીનાં મૂડીકરણ માટેનું સૂત્ર=કંપનીની સરેરાશ વાર્ષિક કમાણીનો અંદાજ X ૧૦૦

                                            અપેક્ષિત વળતરનો દર

૧૬. અતિમૂડીકરણની વ્યાખ્યા આપો.                                              (એપ્રિલ-૨૦૦૬)

        ગેસ્ટર્નબર્ગ અતિમૂડીકરણની વ્યાખ્યા આપતાં જણાવે છે કે કોર્પોરેશનની આવક જ્યારે તેમણે બહાર પાડેલ શૅર અને ડિબેંચરની રકમ પર પૂરતું વળતર આપે એટલી વધું ન હોય ત્યારે તેનું અતિમૂડીકરણ થયેલ કહેવાય.

૧૭. મૂડીકરણ એટલે શું?                                                    (ઑક્ટોબર-૨૦૦૭)

       શ્રી હોગલૅન્ડના જણાવ્યા મુજબ કંપનીએ તેના બહાર પાડેલ સ્ટૉક (શૅર) અને બોન્ડ (ડિબેન્ચર) દ્વારા રજુ થતી કાયમી મૂડી અંગે કરેલ મૂલ્યાંકન બરાબર તેનું મૂડીકરણ.

        ગુથમેન ઍન્ડ ડૂગલ લખે છે : કંપનીનું મૂડીકરણ એટલે તેના બહાર પાડેલ શૅર અને ડિબેન્ચરની દાર્શનિક કિંમતનો સરવાળો.

        મૂડીકરણ = કંપનીએ બહાર પાડેલ શૅર + બૉન્ડ + ડિબેન્ચર.

૧૮. મૂડીકરણના વિવિધ સિદ્ધાંતો (પદ્ધતિઓ) જણાવો.

       કંપનીના મૂડીકરણનો પ્રશ્ન વિચારતાં નીચેના ત્રણ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે:

        (૧) કમાણીના મૂડીકરણનો સિદ્ધાંત

        (૨) કુલ કિંમતનો સિદ્ધાંત

        (૩) મિલકતોનાં વર્તમાન બજારમૂલ્યોનો સિદ્ધાંત.

૧૯. અલ્પમૂડીકરણનો અર્થ સ્પષ્ટ કરો.                                               (ઑક્ટોબર-૨૦૦૦)

        અતિમૂડીકરણ કરતાં અલ્પમૂડીકરણની પરિસ્થિતિ તદ્દન વિરુદ્ધનું ચિત્ર રજુ કરે છે.

        કંપનીના શૅરની ચોપડે દર્શાવેલી કિંમત કરતાં આવકના આધારે નક્કી કરેલી શૅરની સાચી કિંમત વધું હોય ત્યારે અલ્પમૂડીકરણ થયું કહેવાય.

        ઉદાહરણ તરીકે કંપનીનો સરેરાશ નફો રૂ. ૩૦,૦૦૦ હોય, અપેક્ષિત વળતર દર ૧૦ ટકા હોય તો કંપનીનું મૂડીકરણ રૂ. ૩,૦૦,૦૦૦નું ગણાય. આને આધારે શૅરની સાચી કિંમત (રૂ.૧૫૦) ગણાય, જ્યારે શૅરની ચોપડે દર્શાવેલ કિંમત રૂ. ૧૨૦ છે. આમ શૅરની સાચી કિંમત (રૂ.૧૫૦) કરતાં ચોપડે દર્શાવેલ કિંમત (રૂ. ૧૨૦) ઓછી છે. માટે આ દર્શાવે છે કે કંપનીમાં અલ્પમૂડીકરણની પરિસ્થિતિ પ્રવર્તે છે.

        અલ્પમૂડીકરણમાં હંમેશા પ્રાપ્ત થતી આવક મૂડીકરણની દૃષ્ટિએ વાજબી કરતાં વધારે જ હોય છે. શેરબજારમાં આવી કંપનીના શૅર બજારભાવ દાર્શનિક કિંમત કરતાં ઘણાં ઊંચા હોય છે.

૨૦. અતિમૂડીકરણનાં કારણો જણાવો.                                                 (ઑક્ટોબર-૨૦૦૧)

        નીચેનાં કારણો અતિમૂડીકરણ માટે જવાબદાર ગણાય:

        (૧) ફુગાવાની પરિસ્થિતિમાં કંપનીની સ્થાપના.

        (૨) સ્થાપનાનો ખર્ચ વધું પડતો.

        (૩) સ્થાપના વખતે ઊંચી કિંમતે મિલકતોની ખરીદી.

        (૪) ઉદાર ડિવિડન્ડ નીતિ.

        (૫) ખામી ભરેલ ઘસારા અંગેની નીતિ.

        (૬) ઊંચી કરવેરા અંગેની નીતિ.

        (૭) મૂડીકરણનો દર.

        (૮) ખામીયુક્ત નાણાકીય યોજના.

૨૧. અતિમૂડીકરણ અને અલ્પમૂડીકરણ વચ્ચેના તફાવતનાં મુદ્દાઓ જણાવો.          (એપ્રિલ-૨૦૦૧)

        અતિમૂડીકરણ અને અલ્પમૂડીકરણ વચ્ચેના તફાવતના મુદ્દાઓ નીચે દર્શાવી શકાય:

        (૧) નવી મૂડી પ્રાપ્ત કરવાની બાબતમાં.

        (૨) કંપનીની મિલકતની ચોપડે દર્શાવેલ અને વાસ્તવિક કિંમતમાં તફાવત.

        (૩) શૅરબજારમાં કંપનીના શૅરના ભાવોમાં તફાવત.

        (૪) ભાવિ વિકાસની શક્યતાઓ.

        (૫) શૅર પર ધિરાણ મેળવવાની શક્યતા.

        (૬) શૅરહોલ્ડરોને પ્રાપ્ત થતી આવકમાં તફાવત (ડિવિડન્ડમાં)

(૭) લાભ કે નુકશાન કંપનીના વિસર્જન સમયે

        (૮) કંપની બંધ પડી જતાં.

        (૯) સમાજ, રાષ્ટ્ર અને અર્થતંત્ર પર થતી અસરોમાં તફાવત.

૨૨. પાણીયુક્ત મૂડી એટલે શું ?                                                  (એપ્રિલ-૨૦૦૦, ૨૦૦૮)

પાણીયુક્ત મૂડી એટલે કંપનીની સ્થાપના વખતે જે શૅરમૂડી બહાર પાડવામાં આવી હોય તે સામે તેટલી કિંમતની મિલકતો ન હોય. પાણીયુક્ત મૂડી થવાનાં કારણોમાં ........

        (૧) પેટન્ટ ખરીદવા શૅર આપવામાં આવ્યા હોય અને પેટન્ટ નિષ્ફળ જાય.

        (૨) કંપનીના સ્થાપકોને તેમની સેવાઓ બદલ ખૂબ ઊંચી કિંમત આપવામાં આવી હોય.

        (૩) કંપનીએ કોઇ ચાલુ ધંધો ખરીદી લીધો હોય અને તે પેટે વાજબી કિંમત કરતાં ખૂબ વધું

     કિંમત ચૂકવી હોય.

 

(૪) બિનઅસરકારક જાહેરાતો પાછળ ખૂબ મોટો ખર્ચ વગેરે સામે દર્શાવાતી મૂડી પાણીયુક્ત
     ગણાય.

Make a free website with Yola