પ્રકરણ-૪ : મૂડીમાળખું

 

૨૩. મૂડીમાળખાને અસર કરતાં કોઇપણ છ પરિબળો જણાવો.                          (એપ્રિલ-૨૦૦૩)

        મૂડી માળખાને અસર કરતાં પરિબળો નીચે મુજબ છે:

        (૧) ધંધાનો પ્રકાર

        (૨) મૂડી બજારની પરિસ્થિતિ

        (૩) કંપનીની આવક

        (૪) મૂડીની જરૂરીયાત

        (૫) સંચાલન પર અંકુશ

        (૬) કંપનીનું લાંબા ગાળાનું હિત.

૨૪. ‘ઇક્વિટી પરનો વ્યાપાર’ એટલે શું ?        (ઑક્ટોબર-૨૦૦૩,૨૦૦૪,૨૦૦૬,૨૦૦૮, એપ્રિલ-૨૦૦૫)

(૧) ચાર્લ્સ ગેસ્ટર્નબર્ગ : ‘જ્યારે ધંધાના સામાન્ય ક્રમમાં કોઇ વ્યક્તિ  કે કંપની માલિકીની મૂડી ઉપરાંત ઉછીની મૂડીનો ઉપયોગ કરે ત્યારે તે ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહેવાય.’

        (૨) હેસ્ટિંગ્સના શબ્દોમાં મૂકીએ તો, મિલકતોની પ્રાપ્તિ માટે જેટલે અંશે ઉછીની મૂડીનો ઉપયોગ કરે ત્યારે તે ઇક્વિટી પરનો વેપાર કહેવાય.

૨૫. મૂડીમાળખાના માત્ર પ્રકાર જણાવો.

        નીચે પ્રમાણે જુદાં જુદાં પ્રકારનાં મૂડીમાળખા હોઇ શકે:

        (૧) ફક્ત ઑર્ડિનરી શૅરનું મૂડીમાળખું.

        (૨) ઑર્ડિનરી શૅર અને પ્રેફરન્સ શૅરવાળું મૂડીમાળખું.

        (૩) ઑર્ડિનરી શૅર અને ડિબેન્ચરનું મૂડીમાળખું.

        (૪) ઑર્ડિનરી શૅર, પ્રેફરન્સ શૅર અને ડિબેન્ચરનું મૂડીમાળખું.

૨૬. આદર્શ મૂડીમાળખાનાં માત્ર લક્ષણો જણાવો.         (એપ્રિલ-૨૦૦,૨૦૦૭, ઑક્ટૉબર-૨૦૦૬,૨૦૦૮)

          નીચેનાં લક્ષણો ધરાવતું મૂડીમાળખું કંપનીની દૃષ્ટિએ આદર્શ ગણાય:


        (૧) સરળતા

        (૨) સમતુલા

        (૩) તરલતા

        (૪) પરિવર્તનક્ષમતા

        (૫) કટોકટી સામે રક્ષણ

        (૬) હેતુલક્ષી

        (૭) ભવિષ્યનો ખ્યાલ

        (૮) નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ

        (૯) કરકસર.


૨૭. ઑર્ડિનરી શૅર અને પ્રેફરન્સ શૅરના મૂડીમાળખાની ચાર મર્યાદાઓ જણાવો.

        ઑર્ડિનરી શૅર અને પ્રેફરન્સ શૅર મૂડીમાળખાની મર્યાદા નીચે મુજબ છે:

        (૧) મંદીના સમયમાં આ પ્રકારનું મૂડીમાળખું બોજારૂપ બને છે. ડિવિડન્ડ ચુકવવાની

મુશ્કેલી.

(૨) પ્રેફરન્સ શૅર પર ચુકવાયેલું ડિવિડન્ડ ખર્ચ તરીકે મજરે મળતું નથી, જ્યારે ડિબેન્ચર પર ચૂકવાયેલું વ્યાજ ખર્ચ તરીકે મજરે મળી શકે છે.

(૩) પ્રેફરન્સ શૅર અમુક શરતોને આધીન રહીને બહાર પાડવા પડે તેટલાં અંશે સંચાલકોની મૂડી બહાર પાડવાના અધિકાર પર કાપ પડે છે.

(૪) રિડીમેબલ પ્રેફરન્સ શૅર બહાર પાડ્યા હોય તો મૂડીની જરૂર હોય તો પણ શૅર બહાર પાડવાની શરતને ધ્યાનમાં લઇ ફરજિયાત મૂડી પરત કરવી પડે.

૨૮. ઑર્ડિનરી શૅર અને ડિબેન્ચરના મૂડીમાળખાના ચાર લાભો જણાવો.

        ઑર્ડિનરી (ઇક્વિટી) શૅર અને ડિબેન્ચરના મૂડીમાળખાના લાભો નીચે જણાવ્યા મુજબના છે:

        (૧) આ પ્રકારના મૂડીમાળખામાં ઇક્વિટીના વેપારનો સંપૂર્ણ લાભ લઇ શકાય.

        (૨) અંકુશ ગુમાવ્યા વગર વધું મૂડી એકઠી કરી શકાય.

        (૩) ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે. બાયંધરી કમિશનનો દર ઓછો, જાહેરાત ખર્ચ ઓછો, ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજ કરવેરામાંથી ખર્ચ તરીકે મજરે મળે છે.

        (૪) આ પ્રકારનું મૂડીમાળખું બધા પ્રકારના રોકાણકારોને આકર્ષે છે.

૨૯. મૂડીનું ગિયરિંગ એટલે શું ?                                                      (ઑક્ટોબર-૨૦૦૦)

       સામાન્ય શૅરમૂડી સાથે પ્રેફરન્સ શૅર અને ડિબેન્ચર જેવી લાંબા ગાળાની મૂડીનું પ્રમાણ ગુણોત્તર સ્વરૂપે દર્શાવવામાં આવે તો તેને મૂડીનું ગિયરિંગ કહે છે. વિવિધ જામીનગીરીઓ વચ્ચેનો ગુણોત્તર એ ગિયરિંગ તરીકે ઓળખાય છે. કુલ મૂડીમાં પ્રેફરન્સ શૅર અને ડિબેન્ચરનું પ્રમાણ ઇક્વિટીની તુલનાએ વધારે હોય તો તેને ઊંચું ગિયરિંગ કહે છે. જયારે ઇક્વિટીની તુલનાએ પ્રેફરન્સ શૅરમૂડી અને ડિબેન્ચરનું પ્રમાણ ઓછું હોય તો તેને નીચું ગિયરિંગ કહેવાય છે.

Make a free website with Yola