પ્રકરણ-૫ કાર્યશીલ મૂડી

 

૩૦. કાર્યશીલ મૂડી એટલે શું ?                                         (એપ્રિલ-૨૦૦૨, ઑક્ટોબર-૨૦૦૩)

        કાર્યશીલ મૂડીની ખૂબ જ સરળ વ્યાખ્યા આપતાં કહી શકાય કે કાર્યશીલ મૂડી = ચાલુ મિલકતો બાદ (-) ચાલુ જવાબદારીઓ. કુલ ચાલુ મિલકતો જેવી કે રોકડ, બૅન્કસિલક, દેવાદારો, લેણી હૂંડિઓ વગેરેમાંથી કુલ ચાલુ જવાબદારીઓ જેવી કે લેણદારો, દેવી હૂંડિઓ, ખર્ચા ચૂકવવાના બાકી વગેરે બાદ કરવામાં આવે તો જે તફાવત બાકી રહે તેને કાર્યશીલ મૂડી કહેવાય.

        શ્રી હોગલૅન્ડના અભિપ્રાય મુજબ કાર્યશીલ મૂડી એટલે ફરતી મૂડી. કંપનીની ચાલુ મિલકતો જે ધંધાના સામાન્ય ક્રમમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી રહે છે. ઉદાહરણ તરીકે રોકડમાંથી સ્ટૉક, સ્ટૉકમાંથી લેણા અને લેણામાંથી ફરી રોકડમાં.

        ગેસ્ટર્નબર્ગના મત મુજબ બધી ચાલુ મિલકતો એ કાર્યશીલ મૂડી ગણાય.

૩૧. કાર્યશીલ મૂડીનાં પ્રાપ્તિસ્થાનોની યાદી આપો.                        (એપ્રિલ-૨૦૦૧,૨૦૦૩)

        કાર્યશીલ મૂડીના પ્રાપ્તિસ્થાન નીચે મુજબ ગણાવી શકાય.

        (૧) આંતરિક સાધનો : (અ) નફાનું પુન: રોકાણ (બ) અનામત ભંડોળ

        (૨) શૅર કે ડિબેન્ચર બહાર પાડીને

        (૩) વેપારી બૅન્કો : ઑવરડ્રાફટ દ્વારા

        (૪) ધંધાના લેણદારો

        (૫) જાહેર થાપણો

        (૬) વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ

        (૭) દેશી શરાફો કે શાહુકારો

        (૮) ગ્રાહકો

        (૯) બિનજરૂરી સ્થિર મિલકતોના વેચાણ દ્વારા.

૩૨. ચોખ્ખી કાર્યશીલ મૂડીની વ્યાખ્યા આપો.

        શ્રી હોગલૅન્ડ લખે છે : કાર્યશીલ મૂડી એવી મૂડીનું વર્ણન છે, જે કાયમી નથી. પરંતુ કાર્યશીલ મૂડીનો સામાન્ય ઉપયોગ ચાલુ મિલકતોની ચોપડે કિંમતમાંથી ચાલું દેવા બાદ કરતાં જે તફાવત આવે તે અર્થમાં છે.

        ચોખ્ખી કાર્યશીલ મૂડી = ચાલુ મિલકતો – ચાલુ જવાબદારીઓ.

૩૩. કાયમી કાર્યશીલ મૂડી એટલે શું ?                                         (ઑક્ટોબર-૨૦૦૭,૨૦૦૮)

કાયમી કાર્યશીલ મૂડી બે પ્રકારની છે:

        (૧) આરંભની મૂડી: દરેક ધંધામાં શરૂઆતના તબક્કે કેટલીક ચાલુ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. જેથી ધંધામાંથી નાણાં મળે તે પહેલાંની પોતાની જવાબદારીઓ અદા કરી શકાય.

        (૨) નિયમિત કાર્યશીલ મૂડી: નિયમિત ધંધા માટે કેટલીક રકમ કાચા માલના, અર્ધતૈયાર માલના સ્ટૉકમાં રોકી રાખવી પડે અને તૈયાર માલનો સ્ટૉક તો કાયમ રાખવો જ પડે.

        આમ ધંધામાં કેટલીક ચાલુ મૂડી કાયમ માટે રોકાઇ રહે તેને કાયમી કાર્યશીલ મૂડી કહે છે.

૩૪. કાર્યશીલ મૂડીના માત્ર પ્રકાર જણાવો.

        કાર્યશીલ મૂડીના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે:

        (અ) કાયમી કાર્યશીલ મુડી :

                (૧) આરંભની મૂડી

                (૨) નિયમિત કાર્યશીલ મૂડી

        (બ) પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી :

                (૧) મોસમી કાર્યશીલ મૂડી

                (૨) ખાસ કાર્યશીલ મૂડી

૩૫. કાર્યશીલ મૂડીના ઘટકો અથવા અંગો જણાવો.                             (એપ્રિલ-૨૦૦૬)

કાર્યશીલ મૂડીના ઘટકો-અંગો તરીકે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

 

        (૧) રોકડ અને બૅન્કસિલક: (અ) બૅન્ક પાસેથી બાંધી મુદતની થાપણો (બ) બૅન્કોના ખાતામાં જમા યા પુરાંત (ક) હાથ પરની સિલક.

 

        (૨) દેવાદારો

 

        (૩) માલનો જથ્થો: માલસામગ્રી, કાર્યશીલ મૂડીમાં મહ્દ અંશે મોટો હિસ્સો માલસામગ્રીનો હોય છે. માલસામગ્રીમાં કાચો માલ, પૂરક ભાગો, તૈયાર કે ઉત્પાદિત માલ, અર્ધતૈયાર માલ તથા આડપેદાશની વસ્તુઓ.

Make a free website with Yola