પ્રકરણ-૧ : આપત્તિ સંચાલન

 

૧. આપત્તિ એટલે શું ?

કોઇક એવી પરિસ્થિતિ જે ચેતવણી આપ્યા સિવાય કે ખૂબ ટૂંકા ગાળાની ચેતવણી આપીને જ એકદમ ત્રાટકે અને જે જાનમાલની ખુવારી સર્જી જાય છે તેને આપત્તિ કહેવાય છે.

૨. આપત્તિ સંચાલન એટલે શું ?

        આપત્તિના બધાં જ સ્તરોનો વિચાર કરતાં, આપત્તિના જુદા જુદા તબક્કાને અનુરૂપ કરવી પડતી કાર્યનીતિ, લેવા પડતા સંચાલકીય નિર્ણયો અને કરવી પડતી પ્રવૃતિઓથી બનત જૂથને આપત્તિ સંચાલન કહેવાય છે.

૩. આપત્તિને મુખ્ય ક્યા ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે ?

       કુદરતી આપત્તિ, માનવસર્જિત આપત્તિ અને અન્ય (બન્નેના મિશ્રણવાળી) આપત્તિ.

૪. પશ્ચાત્ આપત્તિ સંચાલનની કામગીરીના ત્રણ તબક્કાઓ જણાવો.

       પહેલો તબક્કો : બચાવ અને રાહત પ્રક્રિયા

        બીજો તબક્કો : પુનરુત્થાન એટલે કે અસરગ્રસ્તોને તેમના અસલ સ્થાને પહોંચાડવા.

        ત્રીજો તબક્કો : પુનઃરચના એટલે કે જે વિનાશ થયો છે તેના સ્થાને નવાં સાધનો, મકાનો, રસ્તા વગેરે બનાવવાં.

૫. મોટી આપત્તિના પેટા વિભાગો જણાવો.

        (૧) કુદરતી આપત્તિ

        (૨) આનવસર્જિત આપત્તિ

        (૩) અન્ય આપત્તિઓ

        ઉદાહરણ : પૂર હોનારત, સુનામી, દુષ્કાળ.

૬. લઘુ આપત્તિના પેટા વિભાગો જણાવો.

       (૧) કુદરતી આપત્તિ,

        (૨) અન્ય આપત્તિઓ.

        ઉદાહરણ : ગરમ હવા, ઠંડી હવા, પરિવહન, અકસ્માત, ધાર્મિક સ્થળોએ દુર્ઘટના વગેરે.

૭. ‘સુનામી’ એટલે શું ?

       સુનામી એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે જ્યાં સુ એટલે દરિયાઇ બંદર અને નામી એટલે પ્રચંડ મોજાં. સુનામીનાં મોજાં કિનારા નજીક દરિયો વધારે તોફાને ચઢીને વિનાશ સર્જે છે, જ્યારે મધદરિયે તે પ્રમાણમાં શાંત રહે છે. સુનામીનાં કારણો: (૧) ધરતીકંપ (૨) ભૂસ્ખલન (૩) જ્વાળામુખી ફાટે (૪) પ્રચંડ ધડાકાઓ અને (૫) ઉલ્કાવર્ષા.

૮. કુદરતી દુર્ઘટનાઓના નામ આપો.                       (એપ્રિલ-૨૦૦૫, ૨૦૦૮, ઑક્ટોબર-૨૦૦૭)

        કુદરતી દર્ઘટનાઓમાં :

 

        (અ) મોટી દુર્ઘટના જેમાં ધરતીકંપ, પૂર હોનારત, સુનામી, દુષ્કાળ, વાવાઝોડું વગેરેનો સમાવેશ થાય છે.

 

        (બ) નાની દુર્ઘટના જેમાં ગરમ હવા, ઠંડી હવા, ભૂ-પ્રપાત, હિમપ્રપાત, ટોર્નેડો, હિમવર્ષા વગેરેનો સમાવેશ થાય છે.

Make a free website with Yola