પ્રકરણ-૧૧ કરારભંગ અંગે નુકશાન વળતર

પ્રકરણ-૧૧ કરારભંગ અંગે નુકશાન વળતર (damages for breach of contract)


૧. નુકશાન વળતરના નિયમો : જ્યારે કરારભંગ કરવામાં આવ્યો હોય ત્યારે જે પક્ષકારને આવા ભંગથી સહન કરવું પડ્યું હોય તે, જે પક્ષકારે કરારભંગ કર્યો હોય તેની પાસેથી, પોતાને થયેલ ખોટ કે નુકશાનવળતર મેળવી શકે છે. (અ) જે આવા કરારભંગમાંથી સામાન્ય ક્રમ પ્રમાણે કુદરતી રીતે ઉત્પન્ન થયું હોય, અથવા (બ) કરાર કરવામાં આવ્યો હોય તે સમયે જે ખોટ કે નુકશાન પરિણમવાની શક્યતાનો પક્ષકારોને ખ્યાલ હોય. (ક) કરારભંગને પરિણામે થયેલ કોઇ દૂરગામી કે આડકતરી ખોટ કે નુકશાન માટે આવું વળતર મળી શકે નહિ. (ડ) જ્યારે અધિકારનો ભંગ થયો હોય તો પણ જે પક્ષકારને કરારપાલનની નિષ્ફળતાથી નુકશાન થયું છે તે સામા પક્ષ પાસેથી એ રીતે જ વળતર મેળવી શકે કે જાણે તે પક્ષકારે કરારનું પાલન કરવાનું સ્વીકાર્યું હોય અને કરારભંગ કર્યો હોય. (ઇ) કરારભંગમાંથી ઉદભવતું નુકશાન કે ખોટ અંદાજતી વખતે કરારનું પાલન ન કરવાને કારણે થતી અગવડનો ઉપાય કરવા જે સાધનો અસ્તિત્વમાં હોય તે ધ્યાનમાં લેવા જોઇએ. (ક : ૭૩)

૨. પ્રકાર :
        (૧) સામાન્ય નુકશાન

        (૨) દૂરગામી નુકશાન

        (૩) ખાસ નુકશાન

        (૪) અર્ધકરારભંગનું નુકશાન

        (૫) નામનું વળતર

        (૬) દાખલો બેસાડે તેવું વળતર

        (૭) નુકશાન ઓછું કરવાનાં સાધનો.

૩. હેડલી વિ. બકસેન્ડેલમાંથી તારવેલા નિયમો :

        (૧) રોજિંદા ક્રમમાં કુદરતી રીતે થયેલું નુકશાન

        (૨) પક્ષકારોના ખ્યાલમાં હોય એવું નુકશાન

        (૩) દૂરના કે પરોક્ષ પરિણામરૂપ ન હોવું જોઇએ.

        (૪) નુકશાન ઓછું કરવાની ફરજ.

૪. નિયત વળતર(Liquidated damages) અને દંડાત્મક વળતર (Penalty) :

નિયત વળતર
        (૧) સામાન્ય નુકશાનનો શુભદાનતથી કાઢેલો અંદાજ

       
(૨) વળતરની રકમ નુકશાનના પ્રમાણમાં
        (૩) પૂરી રકમ અદાલત અપાવે.

દંડાત્મક વળતર

       (૧) ભય ઊભો કરી કરારપાલન અંગે દબાણ લાવવાનો આશય

       (૨) વળતરની રકમ નુકશાનના પ્રમાણમાં ખૂબ મોટી

       (૩) તે રકમથી વધું નહિ એવી અદાલતને વાજબી લાગે તેવી રકમ અપાવે.
                  આ ભેદ કાયદાએ સ્વીકાર્યો છે, ભારતમાં તે સ્વીકારવામાં આવ્યો નથી. આ અંગે ભારતમાં કલમ ૭૪માં જોગવાઇ આ પ્રમાણે છે : જ્યારે કરારભંગ થયો હોય અને આવા કરારભંગના સંજોગોમાં અમુક રકમ ચૂકવવી એમ કરારમાં જ જણાવ્યું હોય અથવા કરરમાં દંડ તરીકે બીજી કોઇ શરત સામેલ હોય તો પણ ખરેખર નુકશાન થયાનું સાબિત કરવામાં આવે કે ન આવે છતાં કરારભંગની ફરિયાદ કરનાર વ્યક્તિ કરારનો ભંગ કરનાર પક્ષકાર પાસેથી આ રીતે કરારમાં જણાવેલ રકમ કે દંડની જોગવાઇથી વધું નહિ એવું વળતર મેળવી શકે છે.


૫. કરાર રદ કરવાનો વળતરનો અધિકાર : કલમ ૭૫માં જોગવાઇ છે કે જ્યારે કોઇ વાજબી રીતે કરાર રદ કરે ત્યારે કરારનું પાલન ન થવાથી પોતાને જે નુકશાન ભોગવવું પડ્યું હોય તે માટે વળતર મેળવવા હકદાર છે. 

Make a free website with Yola