પ્રકરણ- ૨ કરાર - તેનો અર્થ અને પ્રકારો

 પ્રકરણ-૨ કરાર- તેનો અર્થ અને પ્રકારો (CONTRACT – ITS MEANING AND TYPES)

કરાર (Contract)

૧. વ્યાખ્યા:  જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય તે કરાર છે. [ક. ૨ (એચ)]

૨. આવશ્યક તત્વો (ક.૧૦):

        ૧. દરખાસ્ત અને તેનો સ્વીકાર

        ૨. કાયદેસર સંબંધ ઉપસ્થિત કરે

        ૩. પક્ષકારોની સમર્થતા

        ૪. મુક્ત સંમતિ

        ૫. કાયદેસર અવેજ

        ૬. કાયદેસર હેતુ

        ૭. રદબાતલ જાહેર થયેલ ન હોવો જોઇએ

        ૮. નિશ્ચિત હોવો જોઇએ

        ૯. અન્ય વિધિનું પાલન

૩. કરારના પ્રકારો :

(૧) રદબાતલ થવાને પાત્ર (Voidable): જે સમજૂતીમાં એના કાયદા દ્વારા અમલમાં લાવવાનો વિકલ્પ, એક યા વધું પક્ષને મળતો હોય પણ બીજા પક્ષ કે પક્ષોને ન મળતો હોય તો તે ‘રદબાતલ થવાપાત્ર’ કરાર છે. [ક.૨ (આઇ)] એટલે સંમતિ જ્યારે બળજબરી, અયોગ્ય લાગવગ, દગો કે ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય ત્યારે.

(૨) રદબાતલ (Void): જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ ન કરાવી શકાય એ ‘રદબાતલ સમજૂતી છે. [ક. ૨(જી)]

(૩) ગેરકાયદેસર (Illegal) : જે સમજૂતી, ભારતમાં અમલમાં હોય એવા કોઇ કાયદાની વિરુદ્ધ હોય અથવા જે સમજૂતીનો ઉદ્દેશ કાયદાથી પ્રતિબંધિત હોય તેને ‘ગેરકાયદેસર’ સમજૂતી કહે છે.

(૪) બિનઅમલી (Unenforceable) : જે કરારમાં કાયદેસરના કરારની બધી આવશ્યક શરતોનું પાલન થતું હોય, પરંતુ કોઇ વિધિજન્ય દોષને કારણે અમલ કરાવી ન શકાય તેને ‘બિનઅમલી કરાર’ કહે છે.

૪. તફાવતો:

૧. નિષ્પાદિત અને નિષ્પાદનીય(Executed and Executory) : જે કરારમાં પક્ષકારોએ પોતાની જવાબદારી પૂરી કરી દીધી હોય તેવા કરારને ‘નિષ્પાદિત કરાર કહે છે.

        જે કરારમાં બંને પક્ષકારોને કરાર હેઠળની પોતાની જવાબદારી અદા કરવાની બાકી હોય તેવા કરારને ‘નિષ્પાદનીય’ કરાર કહે છે.

૨. એકપક્ષીય અને દ્વિપક્ષીય(Unilateral and Bilateral) : જ્યારે કોઇ કરાર થાય ત્યારે એક પક્ષકારે પોતાની જવાબદારી પૂરી કરી દીધી હોય પરંતુ બીજા પક્ષકારની જવાબદારી બાકી હોય ત્યારે તેને ‘એકપક્ષીય કરાર’ કહેવામાં આવે છે.
        જ્યારે બંને પક્ષકારોએ પોતાની કરાર હેઠળની જવાબદારી અદા કરવાની બાકી હોય ત્યારે દ્વિપક્ષીય કરાર કહેવામાં આવે છે.

Make a free website with Yola