પ્રકરણ-૩ દરખાસ્ત અને સ્વીકાર

 

પ્રકરણ-૩ દરખાસ્ત અને સ્વીકાર (Proposal and acceptance)

દરખાસ્ત (Proposal)

૧. વ્યાખ્યા: જ્યારે એક વ્યક્તિ બીજાને પોતે કંઇ કરવા માટે કે કરતો અટકવા માટે પોતાની ઇચ્છા દર્શાવે અને તેનો ઉદ્દેશ તે બીજી વ્યક્તિને કાર્ય અંગે સંમતિ મેળવવાનો હોય, તો તે વ્યક્તિ દરખાસ્ત રજુ કરે એમ કહેવાય. [ક. ૨. (અ)]

૨. ઇરાદો અને દરખાસ્ત: નીચેનાને દરખાસ્ત ન કહેવાય :

        ૧. વ્યક્ત કરેલો કેવળ ઇરાદો

        ૨. દરખાસ્ત માટેનું આમંત્રણ

        ૩. ટેન્ડર
        ૪. હરાજીથી થતું વેચાણ

        ૫. વીમાના કરાર

૩. ચાલુ દરખાસ્ત (Standing Proposal) : કોઇ એક વ્યક્તિ અમુક મુદ્દત સુધી કે અમુક રકમ સુધી, કોઇ એક ચોક્કસ કામ કે કોઇ ચોક્કસ કિંમતે જ્યારે પણ કહેવામાં આવે ત્યારે કરવાનું સ્વીકારે ત્યારે તે ચાલું કે ઊભી દરખાસ્ત કરે છે એમ કહેવાય.

૪. કાયદેસરની આવશ્યકતાઓ : (ચાવી : - કાલે શનિ ઇસંબો)

        ૧. કાયદેસર સબંધ બાંધવાનો ઇરાદો

        ૨. દરખાસ્ત મૌખિક. લેખિત કે વર્તણૂંક દ્વારા હોઇ શકે.

        ૩. દરખાસ્તની શરતોની જાણ

        ૪. દરખાસ્ત નિશ્ચિત કે સામાન્ય

        ૫. સંમતિ મેળવવાનો ઇરાદો

        ૬. દરખાસ્તનું યોગ્ય સંવહન

        ૭. ઇન્કારનો બોજો ન લદાય

૫. દરખાસ્ત કેવી રીતે રદ થઇ શકે :

        ૧. નોટિશ દ્વારા

        ૨. સમય પસાર થવાથી
        ૩. પૂર્વશરતનું પાલન નહિ થવાથી
        ૪. દરખાસ્ત કરનારના મૃત્યુ કે પાગલપણાંથી
        ૫. વળતી દરખાસ્તથી
        ૬. નિયત કરેલી રીતે સ્વીકાર નહિ થવાથી

        ૭. દરખાસ્તના અસ્વીકારથી

સ્વીકાર (Acceptance)

૧. વ્યાખ્યા: જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવે તે વ્યક્તિ તે અંગે પોતાની અનુમતિ વ્યક્ત કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો એમ કહેવાય. જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે ‘વચન’ બને છે. [ક. ૨. (બ)]

૨. કાયદેસરની આવશ્યકતાઓ :

        ૧. સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી

        ૨. સ્વીકાર સામાન્ય અને વાજબી રીતે થવો જોઇએ.

        ૩. દરખાસ્તમાં જણાવેલી રીતે
        ૪. સ્વીકારનું યોગ્ય સંવહન
        ૫. દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર

        ૬. જે વ્યક્તિને દરખાસ્ત કરવામાં આવે તે સ્વીકારી શકે
        ૭. સ્વીકાર વ્યાજબી સમયમાં

        ૮. દરખાસ્તનો અંત આવે તે પહેલાં

        ૯. સ્વીકાર મૌખિક, લેખિત કે વર્તણૂંક દ્વારા હોઇ શકે.

દરખાસ્ત, સ્વીકાર અને રદ્દીકરણનો સંદેશો

૧. દરખાસ્તનો સંદેશો: જે વ્યક્તિને ઉદ્દેશીને દરખાસ્ત કરવામાં આવી હોય તેની જાણમાં તે આવે ત્યારે દરખાસ્તનો સંદેશો સંપૂર્ણ થયેલો ગણાય.

૨. સ્વીકારનો સંદેશો: (અ) દરખાસ્ત કરનારની વિરુદ્ધમાં : સ્વીકારનો સંદેશો દરખાસ્ત કરનારને પહોંચાડવા એવી રીતે રવાના કરવામાં આવે કે જેથી તે સ્વીકારનારની સત્તા બહાર જાય ત્યારે દરખાસ્ત કરનાર વિરુદ્ધ તે સંપૂર્ણ થયેલો ગણાય.

(બ) સ્વીકાર કરનારની વિરુદ્ધ : જ્યારે તે સ્વીકાર, દરખાસ્ત કરનારની જાણમાં આવે ત્યારે સ્વીકારનો સંદેશો સ્વીકારનારની વિરુદ્ધ સંપૂર્ણ થયેલો ગણાય.

૩. રદ્દીકરણનો સંદેશો : (અ) જે વ્યક્તિને ઉદ્દેશીને રદ્દીકરણનો સંદેશો મોકલવાનો હોય તેને પહોંચાડવા તે એવી રીતે રવાના કરવામાં આવે છે કે જેથી તે મોકલનારની સત્તા બહાર જાય ત્યારે તે રદ્દ કરનારની વિરુદ્ધ સંપૂર્ણ થયેલો ગણાય.
(બ) જે વ્યક્તિને ઉદ્દેશીને રદ્દીકરણનો સંદેશો મોકલવામાં આવે તેની જાણમાં આવે ત્યારે તે વ્યક્તિ વિરુદ્ધ તે સંપૂર્ણ થયેલો ગણાય.

રદ્દીકરણ કેવી રીતે થઇ શકે

 

૧. દરખાસ્ત ક્યારે રદ થઇ શકે : દરખાસ્ત કરનાર વિરુદ્ધ તેના સ્વીકારનો સંદેશો સંપૂર્ણ થાય તે પહેલાં ગમે ત્યારે તે દરખાસ્ત રદ કરી શકે; ત્યાર પછી નહિ.

 

૨. સ્વીકાર ક્યારે રદ થઇ શકે : સ્વીકાર કરનાર વિરુદ્ધ સ્વીકારનો સંદેશો સંપૂર્ણ થાય તે પહેલાં કોઇ પણ સમયે તે પોતાનો સ્વીકાર રદ કરી શકે, પરંતુ ત્યાર પછી નહિ.

Make a free website with Yola