પ્રકરણ-૪ અવેજ (CONSIDERATION)

પ્રકરણ-૪ અવેજ (CONSIDERATION)


૧. વ્યાખ્યા : જ્યારે વચન આપનારની ઇચ્છાથી વચન લેનાર કોઇ વ્યક્તિએ કંઇક કર્યું હોય કે કરતાં અટક્યો હોય અથવા કરે કે કરતાં અટકે અથવા કરવાનું કે કરતાં અટકવાનું વચન આપે તો આવા કૃત્યને, કામ કરતાં અટકવાને કે વચનને, વચન માટેનો અવેજ કહેવાય. [ક : ૨ (ડી)]

 

૨. મુદ્દાઓ :

 

        ૧. વચન આપનારની ઇચ્છાથી
        ૨. વચન લેનારને કે બીજા કોઇ વ્યક્તિએ
        ૩. કંઇક (એટલે કે કંઇક કીમતી) કર્યું હોય

 

        ૪. અવેજ ભૂતકાલીન, વર્તમાન કે ભવિષ્યનો હોય

 

        ૫. અવેજ તરીકે કૃત્ય હોય, કામ કરતાં અટકવાનું કે ભવિષ્યનું વચન હોય

 

        ૬. વધારાની આવશ્યકતાઓ :

 

                (અ) અવેજ પૂરતો હોવો જરૂરી નથી.

 

                (બ) અવેજ કાયદેસરનો હોવો જોઇએ.

 

                (ક) અવેજ આભાસી નહિ પણ વાસ્તવિક હોવો જોઇએ.

 

૩. ‘અવેજ વગરના કરારો રદબાતલ’ અપવાદો : (કલમ : ૨૫)

 

        ૧. કુદરતી પ્રેમ અને સ્નેહને કારણે – નિકટના પક્ષકાર વચ્ચે લેખિત અને રજિસ્ટર્ડ.
        ૨. સ્વૈચ્છિક સેવા માટે વળતર – સ્વૈચ્છાએ કર્યું હોય અથવા જે કરવાની તેને ફરજ પાડી શકાય એવું કંઇ કર્યું હોય.

 

        ૩. મુદત બહારનું દેવું ચૂકવવાનું વચન – લેખિત અને સહિ કરેલું અને નાણાં ચૂકવવાનું સ્પષ્ટ વચન હોવું જોઇએ.

Make a free website with Yola