પ્રકરણ-૭ કાયદા વિરુધ્ધના અવેજ અને ઉદ્દેશ

પ્રકરણ-૭ કાયદા વિરુદ્ધના અવેજ અને ઉદ્દેશ (Unlawful considerations and objects)


૧. વ્યાખ્યા : સમજૂતીનો અવેજ કે ઉદ્દેશ કાયદા વિરુદ્ધનો છે જો -

 

        (૧) તે કાયદાથી પ્રતિબંધિત હોય,

 

        (૨) તે મંજૂર રાખવામાં આવે તો કોઇ કાયદાની જોગવાઇઓને તે નિષ્ફળ બનાવે,

 

        (૩) તે દગાયુક્ત હોય,

 

        (૪) તે અન્ય કોઇ વ્યક્તિને કે તેની મિલકતને હાનિ પહોંચાડે

 

        (૫) તેને અદાલત અનૈતિક કે જાહેર નીતિ વિરુદ્ધના ગણે. [ક. : ૨૩]

 

૨. જાહેર નીતિ વિરુદ્ધની સમજૂતીઓ :

 

        (૧) દુશ્મન દેશના નાગરિક સાથે વેપારના વ્યવહારો

 

        (૨) કાયદાની પ્રક્રિયાને ગૂંગળાવતા કરારો

 

        (૩) મેન્ટેનન્સ અને ચેમ્પર્ટીના કરારો

 

        (૪) જાહેર નોકરીઓ વેચવાની સમજૂતીઓ

 

        (૫) લગ્ન સંબંધિત કરારો.

 

૩. અંશત: ગેરકાયદેસર અવેજવાળા કરારો :

 

        (૧) અવેજ કે ઉદ્દેશ અંશત: કાયદા વિરુદ્ધ હોય

 

        (૨) પારસ્પરિક વચનોમાં એક જૂથ કાયદેસર અને બીજું ગેરકાયદેસર

 

        (૩) વૈકલ્પિક વચનોમાં એક જૂથ કાયદેસર અને બીજું ગેરકાયદેસર.

Make a free website with Yola