પ્રકરણ-૮ રદબાતલ કે વ્યર્થ સમજૂતીઓ (VOID AGREEMENTS)

પ્રકરણ-૮ રદબાતલ કે વ્યર્થ સમજૂતીઓ (void agreements)


૧. લગ્ન અવરોધક સમજૂતી :
વ્યાખ્યા :
સગીર સિવાયની અન્ય કોઇ પણ વ્યક્તિના લગ્ન પર નિયંત્રણ મૂકતી દરેક સમજૂતી રદબાતલ છે. (ક. : ૨૬)

૨. વેપાર અવરોધક સમજૂતી :

વ્યાખ્યા : જે દ્વારા કોઇ પણ વ્યક્તિ પર કાયદેસરનો કોઇ પણ વ્યવસાય, વેપાર કે ધંધો કરવા પર નિયંત્રણ મૂકવામાં આવે તેવી સમજૂતી તેટલે અંશે રદબાતલ છે. (ક. : ૨૭)

        (૧) વેપારી જોડાણો : સામાન્યત: કાયદેસર છે.

        (૨) નોકરીના કરારો : નોકરી દરમિયાન કશું ન કરવાના કરાર કાયદેસર છે. પરંતુ તે નોકરી છોડ્યા બાદ જૂના માલિક જેવો ધંધો કરશે નહિ એવી નોકરીની શરતો રદબાતલ છે, સિવાય કે આવી સમજૂતી માલિકના હિતના રક્ષણ માટે જરૂરી હોય.

        (૩) અપવાદ : પાઘડી (Goodwill) નું વેચાણ વાજબી નિયંત્રણ સમજૂતીથી મૂકી શકાય.
        (૪) ભાગીદારો વચ્ચેની સમજૂતીઓ : (
i) પેઢીના ધંધા સિવાય બીજો કોઇ ધંધો ભાગીદાર કરી ન શકે. (ii) નિવૃત થતો ભાગીદાર અમુક મુદ્દત સુધી કે અમુક સ્થાનિક હદમાં ધંધો કરી ન શકે. (iii) પેઢીના વિસર્જન પછી પણ ઉપર (iii) માં જણાવ્યા પ્રમાણે નિયંત્રણ મૂકી શકાય. (iv) પાઘડીથી વેચાણ લેનાર સમજૂતી કરી શકે કે વેચનાર ભાગીદાર અમુક મુદ્દત સુધી કે અમુક નિયત સ્થાનિક હદમાં ધંધો કરી ન શકે. ઉપરોક્ત તમામ નિયંત્રણ અદાલતને વાજબી લાગે તો કાયદેસર ગણાય.

૩. કાયદાની કાર્યવાહીને અવરોધતી સમજૂતી :

વ્યાખ્યા : જે સમજૂતી દ્વારા તેના કોઇ પક્ષકારને, કોઇ કરાર હેઠળ મળેલ હકનો, સામાન્ય અદાલતોમાં કાયદાની સામાન્ય કાર્યવાહી દ્વારા અમલ કરતાં સંપૂર્ણ રીતે અટકાવે તેવી સમજૂતી તેટલે અંશે રદબાતલ છે. તે જ પ્રમાણે આવા હકનો અમલ કરવાનો સમય મર્યાદિત કરે તો તે પણ રદબાતલ છે. (ક:૨૮) એટલે કે (i) કાનૂની કાર્યવાહી પર અંકુશ મૂકે. (ક. ૨૮(૧)) અથવા (ii) દાવો કરવાના સમય પર અંકુશ મૂકતી સમજૂતી રદબાતલ છે. (ક : ૨૮(૨))
અપવાદો: (૧) ભવિષ્યના ઝઘડા અંગે લવાદ (૨) વર્તમાન ઝઘડા અંગે લવાદ (ક : ૨૮)

૪. અચોક્કસ અર્થવાળી સમજૂતી :

વ્યાખ્યા : જે સમજૂતીઓનો અર્થ નિશ્ચિત નથી અથવા નિશ્ચિત કરી શકાય એમ ન હોય તેવી સમજૂતીઓ રદબાતલ ગણાય છે. (ક : ૨૯)

૫. હોડ તરીકે કરેલી સમજૂતી :

 

વ્યાખ્યા : હોડ તરીકે કરેલી સમજૂતીઓ રદબાતલ છે; અને હોડથી જીતાયેલી કહેવાતી, અગર જેના ઉપર હોડ કરવામાં આવી હોય, તેવા કોઇ ખેલ કે બીજા અનિશ્ચિત બનાવના પરિણામનું પાલન કરવા, કોઇ વ્યક્તિને સોંપાયેલી વસ્તુ મેળવવા, દાવો લાવી શકશે નહિ. (ક : ૩૦)

 

અપવાદ : કોઇ અશ્વ દોડના વિજેતાઓને આપવાની પ્લેટ, ઇનામ કે અન્ય રકમ જો રૂ. ૫૦૦ કે તેથી વધું કિંમતની હોય તો તે અંગે આપેલ ફાળો કે લવાજમ કાયદા વિરુદ્ધનો ગણાશે નહિ. તે જ પ્રમાણે આવો ફાળો કે લવાજમ આપવાની સમજૂતી પણ કાયદા વિરુદ્ધની ગણાશે નહિ.

 

૬. અશક્ય કાર્ય કરવાની સમજૂતીઓ :

 

વ્યાખ્યા :
        (૧) જે કાર્ય પોતે અશક્ય હોય તે કરવાની સમજૂતી રદબાતલ છે. (ક : ૫૬)

 

        (૨) કોઇ અનિશ્ચિત બનાવ બને તો કંઇ કરવા કે ન કરવાની અવલંબિત સમજૂતીઓ રદબાતલ છે. (ક : ૩૬)

Make a free website with Yola