પ્રકરણ-૯ કરારનું પાલન (Performance of Contracts)

પ્રકરણ-૯ કરારનું પાલન (Performance of Contracts)

૧. કરારપાલનની જવાબદારી : પક્ષકારોએ તેમનાં પોતપોતાનાં વચનોનું કાં તો પાલન કરવું જોઇએ અથવા પાલન કરવાની દરખાસ્ત કરવી જોઇએ, સિવાય કે પાલન કરવામાંથી મુક્તિ મળી હોય. (ક : ૩૭) વચનનું પાલન થાય તે પહેલાં જ વચન આપનારનું મૃત્યુ થાય તો તેના પ્રતિનિધિઓને આ વચન બંધનકર્તા છે સિવાય કે વિરુદ્ધનો કરાર હોય અગર તો કરારનું સ્વરૂપ જ એવું હોય કે તેનું પાલન વ્યક્તિગત રીતે જ કરવાનું હોય.

૨. પૂર્વાપેક્ષિત કરારભંગ : કરારનો પક્ષકાર તેના વચનનું સંપૂર્ણ રીતે પાલન કરવાની ના પાડે અગર તો તેના વચનનું પાલન કરવા અશક્તિમાન થાય ત્યારે વચન લેનાર કરારનો ભંગ થયો છે તેમ ગણી કરારનો અંત લાવી શકે, સિવાય કે શબ્દો અગર વર્તન દ્વારા કરારને ચાલુ રાખવા માટે તેણે સંમતિ દર્શાવી હોય. (ક : ૩૯)

ઉપાય : (૧) તે ઇચ્છે તો કરારનો તાત્કાલિક અંત આણી શકે અને નુકશાન વળતર માટે સામા પક્ષકાર પર દાવો લાવી શકે, અથવા (૨) કરારપાલનની તારીખ સુધી રાહ જુએ અને ત્યાર બાદ કરારભંગ બદલ નુકશાનીનું વળતર મેળવવા દાવો કરે. પરંતુ આ બીજા વિકલ્પનો લાભ બંને પક્ષને મળે છે; એટલે કે કરારપાલનની તારીખ પહેલાં કોઇ એવો બનાવ બને કે જેથી કરારનું પાલન કરવું અશક્ય બને તો ઇન્કાર કરનાર પણ પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે.

૩. વચનપાલનની દરખાસ્ત (Tender) : કરારનો એક પક્ષકાર પોતાના વચનનું યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે પાલન કરવા તૈયાર હોય પરંતુ સામો પક્ષકાર તે સ્વીકારતો ન હોય તો પહેલા પક્ષકારનો પ્રયત્ન ‘વચનપાલનની દરખાસ્ત’ (tender) કહેવામાં આવે છે. જ્યારે આ રીતે એક પક્ષકાર વચનપાલનનો પ્રયત્ન કરે અને તેનો સામો પક્ષકાર સ્વીકાર નહિ કરે તો પ્રથમ વચનનું પાલન નહિ કરવા બદલ જવાબદાર નથી. એટલું જ નહિ, પરંતુ તેણે તો વચનપાલનનો પ્રયત્ન કરીને પોતાની જવાબદારી અદા કરી હોવાથી કરાર હેઠળના પોતાના કોઇ હક તે ગુમાવતો નથી.

વચનપાલનની દરખાસ્તનાં આવશ્યક તત્વો :

        (૧) તે બિનશરતી હોવી જોઇએ.

        (૨) તે યોગ્ય સમયે અને સ્થળે થવી જોઇએ.

        (૩) તે પૂરેપૂરા વચનપાલન અંગે હોવી જોઇએ.

        (૪) વસ્તુ તપાસવાની સામા પક્ષકારને તક મળવી જોઇએ.

        (૫) સંયુક્ત વચન લેનારાઓમાંથી કોઇ એકને દરખાસ્ત થઇ શકે.

૪. કરારનું પાલન કોણે કરવું જોઇએ :

        (૧) વચન આપનાર પોતે

        (૨) એજન્ટો દ્વારા

        (૩) ત્રાહિત પક્ષ દ્વારા

        (૪) સંયુક્ત વચન આપનારની જવાબદારી

૫. સંયુક્ત જવાબદારીનું સંક્રમણ :

        (૧) વચનનું પાલન કોણ કરે : જ્યારે બે કે વધું વ્યક્તિઓએ સંયુક્ત રીતે વચન આપ્યું હોય ત્યારે બધી વ્યક્તિઓએ સંયુક્ત રીતે વચનપાલન કરવું જોઇએ. જો સંયુક્ત વચન આપનારાઓ પૈકી એક મરણ પામે તો તેની વચનપાલનની જવાબદારીનું સંક્રમણ તેના કાયદેસરના પ્રતિનિધિ ઉપર થાય છે, એટલે આવા મૃત્યુ પામેલ વચન આપનારના કાયદેસરના પ્રતિનિધિએ અન્ય હયાત સંયુક્ત વચન આપનારાઓ સાથે મળીને સંયુક્ત રીતે વચનનું પાલન કરવું જોઇએ. (ક : ૪૨)

        (૨) કોઇ પણ એકને વચનપાલનની ફરજ પાડી શકાય. (ક : ૪૩)

        (૩) અન્ય પાસે સરખો ફાળો મેળવવાનો હક. (ક : ૪૩)

        (૪) જ્યારે બે કે વધું વ્યક્તિઓ ફક્ત જામીન તરીકે જ સંયુક્ત વચન આપનાર હોય તો તેમને આ ફાળાનો નિયમ લાગુ પડે નહિ.

        (૫) સંયુક્ત વચન આપનારમાંથી એકને મુક્તિ આપવામાં આવે તેથી બીજા સંયુક્ત વચન આપનારાઓ મુક્ત થતા નથી. તેમજ મુક્ત કરાયેલી વ્યક્તિ અન્ય વચન આપનારાઓ પ્રત્યેની પોતાની જવાબદારીમાંથી મુક્ત થતાં નથી. (ક : ૪૪)

        (૬) સંયુક્ત હકનું સંક્રમણ : જ્યારે કોઇ વ્યક્તિએ બે કે વધું વ્યક્તિઓને સંયુક્ત રીતે વચન આપ્યું હોય ત્યારે જો કરાર પરથી બીજો ઇરાદો જણાતો ન હોય તો કરાર નું પાલન કરવાનો હક તેમની હયાતી દરમિયાન આ સંયુક્ત વચન લેનારાઓને છે. તેમાંના કોઇ એકાદનું મૃત્યુ થાય તો તે મૃત્યુ પામેલ વ્યક્તિના પ્રતિનિધિને અન્ય હયાત વચન લેનારાઓ સાથે સંયુક્ત રીતે આવો હક છે. બધા જ સંયુક્ત વચન લેનારાઓ મૃત્યુ પામે તો તે બધાના પ્રતિનિધિઓને સંયુક્ત રીતે આ અધિકાર છે.(ક :૪૫)

૬. કરારપાલનનો સમય અને સ્થળ :

        (૧) માગણી કરવાની ન હોય અને સમય અનિર્દિષ્ટ હોય ત્યારે વાજબી સમયમાં પાલન થવું જોઇએ. (ક : ૪૬)

        (૨) માગણી કરવાની ન હોય અને સમય નિર્દિષ્ટ હોય ત્યારે તે દિવસે ધંધાના સામાન્ય સમય દરમિયાન વચનનું પાલન થવું જોઇએ. (ક : ૪૭)

        (૩) માગણી કરવાની હોય અમે સમય નિર્દિષ્ટ હોય ત્યારે યોગ્ય સમયે અને ધંધાના સામાન્ય સમય દરમિયાન વચનપાલન માટે અરજ કરવાની ફરજ છે. (ક : ૪૮)

        (૪) માગણી કરવાની ન હોય અને સ્થળ મુકરર કરેલું ન હોય ત્યારે વચનપાલન માટે યોગ્ય સ્થળ નક્કી કરવાનું અને જણાવવા વચન લેનારને અરજ કરવી. (ક : ૪૯)

        (૫) વચનપાલનની રીત કે સમય, વચન મેળવનારે નક્કી કરેલાં હોય ત્યારે તેવી રીતે કે તેવે સમયે વચન આપનાર પોતાના વચનનું પાલન કરી શકે. (ક : ૫૦)

૭. પરસ્પર અપાયેલાં વચનોનું પાલન :

        (૧) એકીસાથે પાલન કરવાનાં પરસ્પર વચનો : જ્યાં સુધી વચન લેનાર પાલન કરવા તૈયાર અને ખુશ ન હોય ત્યાં સુધી વચન આપનારે પોતાના વચનનું પાલન કરવાની જરૂર નથી. (ક : ૫૧)

        (૨) પરસ્પર વચનોના પાલનનો ક્રમ : જેમ ક્રમ નક્કી કર્યા હોય તે રીતે અથવા તો વ્યવહારના સ્વરૂપ પરથી જે ક્રમ જરૂરી લાગે તે ક્રમમાં તેમાં પાલન કરવું પડશે. (ક : ૫૨)

        (૩) પરસ્પર વચન પાલન અટકાવવાનું પરિણામ : જેને અટકાવવામાં આવ્યો હોય તેની ઇચ્છાથી કરાર રદબાતલ થઇ શકે. (ક : ૫૩)

        (૪) પ્રથમ પાલન કરવાની વચનની નિષ્ફળતા : જ્યાં સુધી બીજા વચનનું પાલન ન કરવામાં આવે ત્યાં સુધી પ્રથમ વચનનું પાલન થઇ શકે કે પ્રથમ વચનનું પાલન માગી શકાય નહિ. (ક : ૫૪)

        (૫) કાયદેસર અને ગેરકાયદેસર વસ્તુ અંગે પરસ્પર વચન : જે વચનોનું જૂથ કાયદેસર છે તે કરાર છે અને જે જૂથ ગેરકાયદેસર છે તે રદબાતલ સમજૂતીઓ ગણાય છે. (ક : ૫૭)

૮. વૈકલ્પિક વચનોનું પાલન :

 

        જે વૈકલ્પિક વચનોની એક શાખા કાયદેસર હોય અને બીજી શાખા ગેરકાયદેસર હોય ત્યારે ફક્ત કાયદેસર શાખાનો જ અમલ કરી શકાય. (ક : ૫૮)

 

૯. દેવાની રકમ જમે લેવા બાબત :
        (૧) જ્યાં દેવાદારની સ્પષ્ટ સૂચના હોય અથવા સંયોગો સૂચવતા હોય તો લેણદારે તે પ્રમાણે રકમ જમા લેવી પડશે. (ક : ૫૯)

 

        (૨) દેવાદારની સૂચના ન હોય તો ત્યાં લેણદાર તે રકમ પોતાની મરજી પ્રમાણે (મુદત બહાર થયા હોય તેવા દેવા સહિત) જમા કરી શકે. (ક :૬૦)

 

        (૩) જ્યાં બંને પક્ષે ફાળવણી ન કરી હોય ત્યાં સમયના ક્રમ પ્રમાણે મુદત બહાર થયા હોય તેવા દેવા સહિત રકમ જમા લેવાશે. જો દેવા એકસરખી મુદતના હોય તો દરેક દેવાની ચુકવણી પેટે પ્રમાણસર રકમ જમા કરવામાં આવશે. (ક : ૬૧)

Make a free website with Yola