પ્રકરણ-૧૨ ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના કરારો

પ્રકરણ-૧૨ ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના કરારો (CONTRACT OF INDEMNITY AND GUARANTEE)


૧. ક્ષતિપૂર્તિનો કરાર – વ્યાખ્યા : જે કરારથી એક પક્ષકાર બીજા પક્ષકારને , વચન આપનારની પોતાની કે અન્ય વ્યક્તિની વર્તણૂંકથી થયેલ નુકશાનમાંથી બચાવવાનું વચન આપે તે કરારને ક્ષતિપૂર્તિનો કરાર કહેવાય છે.

૨. ક્ષતિપૂર્તિ ધરાવનારના હક : ક્ષતિપૂર્તિના કરારની બાબત અંગે ચૂકવેલ નુકશાન, તે અંગેના દાવામાં થયેક બધો ખર્ચ તેમજ તે દાવાના સમાધાન અંગે ચૂકવેલ કોઇ પણ રકમ વચન આપનાર પાસેથી વસૂલ કરવાનો વચન લેનારને અધિકાર છે.

૩. જામીનગીરીનો કરાર :

        (૧) વ્યાખ્યા : કોઇ ત્રીજી વ્યક્તિ નિષ્ફળ જાય તો તેણે આપેલા વચનનું પાલન કરવાનો કે તેની જવાબદારી અદા કરવાનો કરાર એ જામીનગીરીનો કરાર છે.

        (૨) અવેજ : મુખ્ય દેવાદારના લાભ માટે કંઇ કરવામાં આવ્યું હોય અથવા કોઇ વચન આપવામાં આવ્યું હોય તે તે કૃત્ય કે વચન જામીનના બાયંધરીના વચન માટે પૂરતો અવેજ ગણાય છે.

૪. ચાલું જામીનગીરી :

        (૧) વ્યાખ્યા : જે જામીનગીરી વ્યવહારોની આખી શ્રેણીને આવરી લે છે તે ચાલું જામીનગીરી કહેવાય છે.

        (૨) ચાલું જામીનગીરીનું રદ્દીકરણ :
        ૧. નોટીશ આપીને

        ૨. જામીનના મૃત્યુથી

        ૩. નવા કરાર દ્વારા

        ૪. કરારની શરતોમાં ફેરફારથી

        ૫. જામીનને અવરોધક બને એવું લેણદારનું કૃત્ય.

૫. જામીનના હક અને જવાબદારી :

        જામીનની જવાબદારી – વ્યાખ્યા : કરારથી જુદી રીતે ઠરાવવામાં આવ્યું ન હોય તો જામીનની જવાબદારી મુખ્ય લેણદારની જવાબદારી જેવી અને જેટલી (સમવ્યાપક) છે.

જામીનના હકો :
        (અ) લેણદારના હક :

                (૧) તારણનો અધિકાર

                (૨) દાવો કરવા જણાવવા

                (૩) ‘પ્રતિસ્થાપન’નો અધિકાર
                (૪) નોકરીમાંથી છૂટો કરવા જણાવવા

                (૫) વળતાં – લેણાં માગવા.

        (બ) મુખ્ય દેવાદાર સામેના હક :
                (૧) નાણાં વસૂલ કરવાનો હક

                (૨) નુકશાનવળતરનું દેવાદારનું ગર્ભિત વચન

                (૩) દેવાદારનું દેવું ચૂકવી દેવા જણાવવા

                (૪) દેવાદારને નોટિસ મોકલાવવા

        (ક) સહજામીન વિરુદ્ધ અધિકારો :
              (૧) સરખે હિસ્સે ચૂકવવા જવાબદાર

              (૨) રકમની મર્યાદા સુધી સરખે હિસ્સે જવાબદાર
             
(૩) બીજા સહજામીનો જવાબદાર


૬. જામીનની મુક્તિ :
        (૧) કરારની શરતોમાં ફેરફાર
:
        (૨) મુખ્ય દેવાદારને લેણદારો મુક્ત કરે
        (૩) જ્યારે લેણદાર સમાધાન કર

        (૪) જામીનના છેવટના ઇલાજને નુકશાન થવાથી
       
(૫) લેણદાર જ્યારે તારણ ગુમાવી દે

        (૬) નોટિસ આપીને
       
(૭) જામીનના મૃત્યુથી.

 ૭. રદબાતલ જામીનગીરીઓ :

        (૧) ગેરરજૂઆત દ્વારા મેળવેલી જામીનગીરી

        (૨) મૌન દ્વારા મેળવેલ જામીનગીરી

        (૩) સહજામીન જોડાય એ શરતે આપેલી જામીનગીરી
        (૪) કરારના આવશ્યક તત્વોનો અભાવ
       
(૫) કરાર ગેરકાયદેસર


૮. જામીન ક્યારે મુક્ત થાય :
        (૧) વધું સમય આપે

        (૨) દાવો ન કરે
        (૩) એક સહજામીનને મુક્ત કરે.
 

Make a free website with Yola