પ્રકરણ – ૧૪ અભિકરણ – એજન્સી (AGENCY)

પ્રકરણ – ૧૪ અભિકરણ – એજન્સી(AGENCY)


૧. એજન્ટ એટલે એવી વ્યક્તિ, જે બીજા માટે કોઇ કૃત્ય કરવા અથવા ત્રાહિત વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં બીજાનું પ્રતિનિધિત્વ રજૂ કરવા નિમાય છે.

        (અ) એજ્ન્ટે કરેલું કાર્ય પ્રિન્સિપાલે પોતે કરેલું કાર્ય ગણાશે.

        (બ) ગમે તે વ્યક્તિ એજન્ટ બની શકે, પરંતુ સમર્થ પક્ષકાર જ પ્રિન્સિપાલ બની શકે.

૨. એજન્સીની રચના :
        (૧) સ્પષ્ટ કરાર દ્વારા
        (૨) ગર્ભિત રીતે
        (૩) જરૂરિયાતથી ઉપસ્થિત થતી

        (૪) હોલ્ડિંગ આઉટ દ્વારા

        (૫) અનુમોદન દ્વારા

        (૬) કાયદાના અમલ દ્વારા

૩. એજન્ટના પ્રકારો :

        (૧) ફેક્ટર

        (૨) દલાલ

        (૩) કમિશન એજન્ટ

        (૪) ડેલ ક્રેડિયર

        (૫) હરાજી કરનાર

૪. એજન્ટની સત્તા :

        (૧) જરૂરી સર્વ કાર્ય કરવા

        (૨) ધંધો ચલાવવા સર્વ કાર્ય

        (૩) સત્તા વ્યક્ત કે ગર્ભિત

        (૪) નાણાં ઉછીનાં લેવા

        (૫) કટોકટીમાં સત્તા-સર્વ – જરૂરી કાર્ય કરવા

        (૬) સબ એજન્ટને નીમવા.

૫. સબ-એજન્ટ : એજન્સીના ધંધા માટે મૂળ એજન્ટે નીમેલી અને તેના નિયંત્રણ હેઠળ કામ કરતી વ્યક્તિ ‘સબ-એજન્ટ’ છે.
        (અ) યોગ્ય રીતે નિમાયો હોય તો પ્રિન્સિપાલ જવાબદાર

        (બ) અયોગ્ય રીતે નિમાયો હોય તો નહિ.

૬. બદલી-એજન્ટ : જ્યારે એજન્ટને એજન્સીના ધંધામાં કામ કરવા માટે બીજી વ્યક્તિને નીમવાનો સ્પષ્ટ કે ગર્ભિત અધિકાર પ્રિન્સિપાલ તરફથી મળ્યો હોય અને તે અધિકારની રૂએ તે બીજી વ્યક્તિને નીમે ત્યારે તે બીજી વ્યક્તિ સબ-એજન્ટ નથી, પરંતુ એજન્સીના ધંધાનો જે ભાગ તેને સોંપાયો છે તે ભાગ પૂરતો તે પ્રિન્સિપાલનો એજન્ટ છે.

૭. અનુમોદન : જ્યારે કોઇ એક વ્યક્તિ બીજી વ્યક્તિ વતી, પરંતુ તેની સત્તા વિના કે તેની જાણ વિના કોઇ કૃત્ય કરે અને જો તે બીજી વ્યક્તિ તે કૃત્યને મંજૂર રાખે તો આવી મંજૂરીને અનુમોદન કહેવાય.

* તત્વો :
        (૧) અભિકર્તા તરીક કરેલું કાર્ય

        (૨) સ્પષ્ટ કે ગર્ભિત

        (૩) પ્રિન્સિપાલનું અસ્તિત્વ અને કાર્ય કરવાની લાયકાત

        (૪) સમસ્ત હકીકતનું જ્ઞાન

        (૫) કૃત્ય કાયદેસર

        (૬) સમસ્ત વ્યવહારને અનુમોદન

        (૭) પૂર્વકાલિક અસર

        (૮) વાજબી સમયમાં

        (૯) ત્રીજી વ્યક્તિને નુકશાન થતું ન હોય.

૮. એજન્ટની ફરજો :

        (૧) સૂચન મજબ કાર્ય કરવું

        (૨) એજન્ટે બતાવવાની કુશળતા અને ઉધમ
        (૩) હિસાબો રજૂ કરવ

        (૪) પ્રિન્સિપાલનો સંપર્ક સાધવો

        (૫) પોતાના હિસાબે ધંધો નહિ કરવો

        (૬) પોતાના હિસાબે કરેલ ધંધાનો નફો પરત કરવો.

        (૭) પ્રિન્સિપાલ માટે મળેલ રકમ ચૂકવવી
        (૮) પ્રિન્સિપાલનું મૃત્યુ કે પાગલપન વખતે.

        (૯) સત્તા સોંપી શકે નહિ.

        (૧૦) એજન્સી છોડવા માટે વળતર

        (૧૧) એજન્સી છોડવા વાજબી નોટિસ.

૯. એજન્ટના હકો :

        (૧) મહેનતાણું મેળવવાનો હક

        (૨) લિયન

        (૩) નુકશાન વળતર મેળવવા
        (૪) શુદ્ધ દાનતથી કરેલ કાર્ય અંગે વળતર

        (૫) ગુનાહિત કૃત્યો માટે વળતર

        (૬) પ્રિન્સિપાલની બેદરકારીથી થયેલ નુકશાનનું વળતર.

૧૦. પ્રિન્સિપાલની ફરજો :

        (૧) વળતર આપવું

        (૨) શુભ દાનતથી કરેલ કાર્ય અંગે વળતર

        (૩) બેદરકારી અંગે વળતર
        (૪) અભિકરણ રદ અંગે વળતર

        (૫) એજન્ટના અધિકાર રદ અંગે વળતર.

૧૧. પ્રિન્સિપાલના હકો :

        (૧) નુકશાન વળતર મેળવવા

        (૨) છૂપો નફો મેળવવા

        (૩) કમિશન નહિ આપવા.

૧૨. ત્રાહિત વ્યક્તિના કરારો પર એજન્સીની અસર :

        (૧) એજન્ટના કૃત્યો એટલે પ્રિન્સિપાલના કૃત્યો

        (૨) એજન્ટ અધિકાર ઉપરવટ જાય

        (૩) છૂટું ન પાડી શકાય તેવું અનધિકૃત કાર્ય

        (૪) એજન્ટને આપેલી નોટિસની અસર

        (૫) પ્રિન્સિપાલની અનધિકૃત કાર્ય માટેની જવાબદારી

        (૬) પ્રિન્સિપાલ અને/અથવા એજન્ટ જવાબદાર

        (૭) જવાબદારી અંગે લલચાવતું વર્તન

        (૮) એજન્ટે કરેલ ગેરરજૂઆત કે દગા અંગે જવાબદારી

        (૯) જેનું નામ આપવામાં આવ્યું નથી તે પ્રિન્સિપાલની જવાબદારી.

૧૩. એજન્ટ અંગત રીતે જવાબદાર ક્યારે બને?

        (૧) સ્પષ્ટ કરાર

        (૨) પરદેશી પ્રિન્સિપાલ
        (૩) અવ્યક્ત પ્રિન્સિપાલ
        (૪) જે પ્રિન્સિપાલના વિરુદ્ધ દાવો ન કરી શકાય

        (૫) પ્રિન્સિપાલ હયાત ન હોય

        (૬) ધંધાની રકમ
        (૭) એજન્ટનું હિત સમાયેલું હોય
        (૮) ભૂલથી કે દગાથી નાણાં ચૂકવ્યા હોય.

        (૯) દગો કે ગેરરજૂઆત કરી હોય

        (૧૦) ખોટી રીતે એજન્ટ તરીકે રજૂઆત

        (૧૧) અંગત રીતે સહિ કરે.


૧૪. એજન્સીનો અંત :
                (૧) કરાર દ્વારા
        (૨) પ્રિન્સિપાલ અધિકાર રદ કરે
         (૩) એજન્ટ એજન્સીનો ત્યાગ કરે
        (૪) કરારનું પાલન થતાં
       (૫) નિશ્ચિત મુદત પૂરી થતાં
       (૬) મૃત્યુથી
       (૭) ગાંડપણથી
       (૮) નાદારીથી

       (૯) કંપનીના વિસર્જનથી
      (૧૦) વિષયવસ્તુના વિનાશથી.

* એજન્સી ક્યારે રદ ન કરી શકે :
        (૧) હિત સહિતની એજન્સી
        (૨) અંશત: અધિકારનો ઉપયોગ થયો હોય
        (૩) એજન્ટ અંગત જવાબદારી ઊભી કરે.

૧૫. હિત સહિતની એજન્સી : જ્યારે એજન્ટને એજન્સીની વસ્તુમાંથી મળેલ નાણાંમાંથી પોતાનું પ્રિન્સિપાલ પાસેનું લેણું વસૂલ કરવાનો અધિકાર હોય ત્યારે એજન્ટને વિષયવસ્તુમાં હિત છે એમ કહેવાય.


Make a free website with Yola