કોણ ચલાવે છે ભારતના પ્રચાર માધ્યમો?

કોણ ચલાવે છે ભારતના પ્રચાર માધ્યમો ?

            ઐતિહાસિક વિષયોના મુખ્ય જાણકાર અને પ્રસિધ્ધ વિદ્વાન એન. એસ. રાજારામે પોતાની શોધના આધારે સ્પષ્ટ કર્યુ છે કે ભારતના કહેવાતા પ્રચાર-માધ્યમો મોટા પાયે વિદેશી શક્તિઓ દ્વારા સંચાલિત છે. આ વિશે એમણે એક વિસ્તૃત સુચી તૈયાર કરી છે.

        મલયાલમ મનોરમા : કેરળનો મુખ્ય સમાચાર પત્ર સમૂહ કેરળના કોચ્ચિમાં આવેલ મૈથ્યૂ પરિવારના નિયંત્રણમાં છે.

        એન.ડી.ટી.વી. : આને સ્પેનમાં રહેલ ગૉસ્પેલ્સ ઑફ ચેરિટીથી આર્થિક મદદ મળે છે. હાલમા જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેજ મુશરફે આ ચેનલને પાકિસ્તાનમાં પ્રસારિત કરવાની છુટ આપી છે. પરિણામે આ ચેનલે પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે. આ સાથે એન.ડી.ટી.વી.ના સ્વામી પ્રણય રાય કોમ્યુનિસ્ટ પક્ષના મહાસચિવ પ્રકાશ કરાતના સંબંધી પણ છે.

        સી.એન.એન. આઇ.બી.એન. : આને નોર્થન બેપટિસ્ટ ચર્ચ સો ટકા આર્થિક મદદ કરે છે અને સમગ્ર વિશ્વમાં આની શાખાઓ છે તથા આનું મુખ્યાલય અમેરિકામા છે. આ ચર્ચ પોતાની ચેનલના વિસ્તરણ માટે ૮૦૦ મિલિયન ડોલર ખર્ચે છે. ભારતમાં આના પ્રમુખ રાજદીપ સરદેસાઇ અને એમની પત્ની સાગરિકા ઘોષ છે.

        ટાઇમ્સ ગ્રૃપ : ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, મિડ ડે. નવભારત ટાઇમ્સ, સ્ટાર ડસ્ટ, ફેમિના, વિજય ટાઇમ્સ, વિજય કર્ણાટક, ટાઇમ્સ નૉવ (૨૪ કલાકની સમાચાર ચેનલ) આ ગ્રૃપના મુખ્ય છાંપા સામયિક ચેનલ છે. આ ગ્રૃપને ૮૦ ટકા આર્થિક મદદ વલ્ડૅ ક્રિશ્ચન કાઉન્સિલ દ્વારા પ્રાપ્ત થાય છે. અને બાકી ૨૦ ટકા એગ્રેજ અને ઇતાવલી વ્યક્તિ દ્વારા આપવામા આવે છે. ઇતાવલી રાબર્ટિયો મિન્ડો શ્રીમતી સોનિયા ગાંધીના નજીકના સંબંધી છે.

        સ્ટાર ટી.વી. : આનું સંચાલન એક ઓસ્ટ્રેલિયન કરે છે, એને મેલબોર્નમાં આવેલ સેન્ટ પીટર્સ પોન્ટીફિકલ ચર્ચ દ્વારા મદદ પ્રાપ્ત થાય છે.

        હિંદુસ્તાન ટાઇમ્સ : મૂળરૂપે બિરલા ગ્રુપની સ્વામીત્વમાં હતું પરંતું હવે એ ટાઇમ્સ ગ્રુપ સાથે સહયોગમાં ચાલી રહ્યું છે.

        ધ હિંદુ : ૧૨૫ વર્ષ પહેલા પ્રારંભ થયેલ આ છાપુ થોડા સમય પહેલા પૂર્વ સ્વિટઝરલેન્ડમાં બર્નની જોશુઆ સોસાયટી દ્વારા હસ્તગત કરી લેવાયેલ છે.

        ધ ઇન્ડિયન એક્સપ્રેસ : આ ઇન્ડિયન અને ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ નામનાં બે સમુહમાં વિભાજીત છે. ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ દક્ષિણની આવૃતિ છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં મિનીસ્ટ્રીજ (ચર્ચના ભાગ) નો ઘણો મોટો અંશ છે.

        ઇનાડૂ : આનું સંચાલન અત્યારે પણ ભારતીય રામોજી રાવના હાથમાં છે.

        આંધ્ર જ્યોતિ : હૈદરાબાદના મુખ્ય મુસ્લિમ રાજનૈતિક પક્ષ એમ.આઇ.એમ.એ. એક કોંગ્રેસ મંત્રી સાથે મળી આ તેલુગુ સમાચાર પત્રને હમણા જ ખરીદી લીધું છે.

        ધ સ્ટેટમૈન : આનું નિયંત્રણ કોમ્યુનિસ્ટ પક્ષના હાથમાં છે.

        માતૃભુમિ : મુસ્લિમ લીગ અને કોમ્યુનિસ્ટ નેતાઓએ આમા ઘણું રોકાણ કરેલ છે.

        ધ એશિયન એજ અને ડેક્ક્ન ક્રોનિયલ : આનું નિયંત્રણ સાઉદી અરબની એક કંપનીના હાથમાં છે અને આના મુખ્ય સંપાદક એમ જે. અકબર છે.

ભારતવાસીઓ ! જાગો.....

આ સંસારમા સજ્જ્નો, સત્યપુરૂષો અને સંતોએ જેટલું સહન કરવું પડ્યું છે એટલુ દુષ્ટોને નહી. એવું લાગે છે કે અસામાજીક તત્વો સત્યરૂપી સૂર્ય પર કાદવ ઉછાળવાની જાણે કે જવાબદારી ઉઠાવી છે. સૂર્યનું તો કંઇ જ નથી બગડવાનું કીચડ તો ઉલટુ એમના જ મો ઉપર આવી પડશે. દરેક યુગમાં આવુ થતુ આવ્યું છે.....

        જો એવું ના હોત તો પતિવ્રતા માતા સીતાને રાજ્યનિકાલ ન મળત, શાંતિના પુજારી મહાત્મા ગાંધીને ગોળીઓ ના ખાવી પડત, માનવતાના પ્રચારક ઇસા મસીહને શુળી પર ન લટકાવવામાં આવ્યા હોત, સત્યવાદી સુકારત અને ઋષિ દયાનંદ ને ઝેર આપવામા આવ્યુ ન હોત તથા માનવતાવાદી લિંકન તથા કેનેડીની હત્યા ન થઇ હોત, બ્રહ્મજ્ઞાનનો પ્રચાર કરીને સત્યમાર્ગ બતાવવાવાળા ગુરૂ નાનકદેવજીને બે-બે વાર જેલ ન જવું પડત, સંત કંવરરામજીની ગોળી મારીને હત્યા ન થઇ હોત, સમાજની ખામીઓને દુર કરવાવાળા કબીરદાસજીની ઉપર ચરિત્ર ભ્રષ્ટતા જેવા આરોપ ન લાગ્યા હોત, કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવાવાળા નરસિંહ મહેતાને વિધર્મીઓનો અત્યાચાર સહન ન કરવો પડત, કરૂણાની મુર્તી રામસુખરામજી મહારાજને હેરાન થઇને અન્નજળનો ત્યાગ ન કરવો પડત, યોગમૂર્તી જ્ઞાનેશ્વર મહારાજજીને નિંદકોએ એટલા સતાવ્યા હતા એની તો ઘણી ગાથા છે. તેમને ભિક્ષાન્ન પણ આપવામા આવતુ ન હતુ, આખા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદજીના ચરિત્ર પર લોકોએ આંગળી ચિંધી હતી, એમણે કેટલું સહન કરવું પડ્યું હશે એ તો તેઓ જ જાણે છે. કૃષ્ણભક્તિમાં તલ્લીન મીરાબાઇને પણ લોકોએ વેશ્યા કહ્યા હતા, આખુ રાજ્ય એમના કુપ્રચારમાં લાગી ગયુ, ઝૈર પીવડાવી મારી નાખવાના પ્રયત્નો થયા, સાપ કરડાવી મારી નાખવાના પ્રયત્નો થયા, નિંદકોએ મીરાબાઇને હેરાન કરવામાં કોઇ કસર બાકી ન રાખી પરંતુ મીરાબાઇના ભજન આને આખા ભારતમાં ગલી ગલીમાં ગવાય છે. આખા ભારતમાં ફરી ફરીને વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવાવાળા આદ્યગુરૂ શંકરાચાર્યજીને પણ નિંદકોએ કેટલા સતાવ્યા, દયા અને અહિંસાનો પ્રચાર કરવાવાળા ભગવાન મહાવીર જૈન અને કરૂણાના પુજારી ભગવાન બુધ્ધને પણ કુપ્રચારકોએ ખુબ સતાવ્યા. દુરાચારીઓએ એક વેશ્યાની હત્યા કરી બુધ્ધના બગીચામાં દાટી બુધ્ધના વિરૂધ્ધ કેટલા કેટલા ષડયંત્રો કર્યા એ આખી દુનિયા જાણે છે. સૂફી ફકીર શર્મદને ઔરંગઝેબે ખુબ સતાવ્યા અને અંતમા એમનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવ્યું........

        પરંતુ છતા પણ સંત પુરૂષ-મહાપુરૂષ સંસારના અજ્ઞાન-અંધકાર મટાડવા માટે પોતાની જાતને તપાવીને (અથાગ પરિશ્રમ કરીને) જે પ્રકાશ આપે છે કુપ્રચારકોની આંધી એ પ્રકાશને ઓલવવા માટે દોડી પડે છે. ઇતિહાસ આવા કેટલાયે ઉદાહરણોથી ભરેલો પડ્યો છે. સંત કબીરદાસજીની વધતી પ્રસિધ્ધી જોઇ એક વૈશ્યાએ પોતાના પ્રેમી દ્વારા કબીરદાસના સત્સંગ ભવનમાં આગ લગાડી હતી. ગુરુ નાનકદેવજીના સત્સંગથી સમાજમાં જાગૃતિ આવી રહી હતી ત્યારે કેટલાક નિંદકો એ ઉલટો માર્ગ બતાવે છે કહીને એમાનો કુપ્રચાર શરૂ કરી દીધો હતો, પણ એ નિંદકોની અંતે એવી દુર્દશા થઇ એનો તો ઇતિહાસ સાક્ષી છે. ષડયંત્રની આ શૃખંલા આજે પણ ખંડિત થઇ નથી.

 

        સર્વ પ્રથમ જગતગુરૂ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજી è બાબા રામદેવજી è સ્વામી નારાયણ પંથના સાધુસંત è શ્રી સત્ય સાંઇબાબા è મા અમૃતાનંદયમી (અમ્મા) è જગતગુરૂ કૃપાલુ મહારાજ અને આજે ભારતીય સંસ્કૃતિના ખજાનાને વિશ્વભરમાં પુરી ઉર્જા-શક્તિ-સ્ફુર્તિ સાથે ફેલાવવાનું દૈવી કાર્ય કરવાવાળા સંત શ્રી આસારામજી બાપુ તથા એમના આશ્રમ પર વારંવાર જૂઠા આરોપો લગાડવામાં આવી રહ્યા છે. અફવાઓ ફેલાવીને ધૃણિત વાતોનો પ્રચાર કરીને ભક્તિયોગ-જ્ઞાનયોગ તથા નિષ્કામ કર્મયોગ દ્વારા દેશમાં લાવવામાં આવી રહેલ જનજાગૃતિને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. ક્યારેક તંત્ર-મંત્રનો આરોપ, ક્યારેક ગુરૂકુળના બાળકોની આરોપ, ક્યારેક જમીનને હડપ કરવાનો આરોપ તો ક્યારેક અત્યંત ધૃણિત આરોપ......

        આ બધા મનમાન્યા આરોપો દ્વારા સંતો પ્રત્યેની જનતાની શ્રધ્ધા હટાવીને એમને આધ્યાત્મથી પથભૃષ્ટ કરવાનું એક ખૂબ જ મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે. જેને આપણે સર્વેએ મળીને રોકવુ પડશે. ભવિષ્યમાં પૂજ્ય બાપૂજીના વિરૂધ્ધ આવુ કોઇ ષડયંત્ર રચવામાં આવશે એવી ઘોષણા પહેલેથી જ કરવામાં આવી રહી છે. આથી સર્વેએ સાવધાન રહેવાનું છે, આ ભ્રષ્ટાચારી મીડીયાની મનમાની ખબરોથી પ્રભાવિત થવાનું નથી. એનાથી વિચલિત થવાની કોઇ જરૂર નથી. બધા જ ધર્મપ્રેમી, ભલે તે કોઇપણ પદ અથવા ક્ષેત્રમાં હોય, પોતાની ક્ષુદ્ર માન્યતાઓનો ત્યાગ કરીને, એકજુટ થઇને ઉર્જાનો શંખનાદ કરવાનો છે. પોતાની ધર્મ સંસ્કૃતિના રક્ષક, પ્યારા સંતોની શાનને બનાવી રાખવાની છે.

Make a free website with Yola